કચ્છના પશ્ચિમ છેડે આવેલું નારાયણ સરોવર-કોટેશ્વમાં જંગલ સફારી તૈયાર કરવામાં આવશે.

  • કચ્છ જિલ્લામાં કુલ ચાર અભયારણ્ય અને એકમાત્ર છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર આવેલા છે તેમાં કચ્છમાં આ પ્રકારની પહેલી સફારીની શરૂઆત થશે.
  • નારાયણ સરોવર અભ્યારણ્ય વિસ્તારમાં સફારીની ડિઝાઇન મુદ્દે ટેન્ડરિંગ પ્રક્રિયા થઇ ચૂકી છે જેથી પ્રોજેક્ટનું અમલીકરણ તબક્કાવાર થશે.
  • નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય એપ્રિલ 1981માં સૂચિત કરવામાં આવ્યું હતું. 
  • તે ઉત્તમ ઘાસીયામેદાન હોવાથી જંગલ સફારી માટે અનુકૂળ બની રહે છે.
  • 444.23 ચો કિમી વિસ્તારમાં ફેલાયેલા નારાયણસરોવર અભ્યારણ્યમાં 184 પ્રકારના પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે, જેમાં 19 શિકારી પક્ષીઓની પ્રજાતિ છે. ખાસ કરીને અહીં ચિંકારાની સમૃદ્ધ વસ્તી છે. આ સાથે જ વરુ, હેણોત્રો, લોમડી, ઝરખ, જંગલી બિલાડી, શાહુડી, ઘોરખોદિયું, કીડીખાઉ, અને સસલાની જાતો જોવા મળે છે.
  • સાથે જ આ અભયારણમાં વિવિધ 252 પ્રજાતિઓના પ્લાન્ટ્સ જોવા મળે છે. જેમાં દેશી બાવળ, હર્મો, બેર, પીલુ, થોર, ગાંડો બાવળ, ગુગળ, સલાઇ,કેરળ સહિતનો સમાવેશ થાય છે.
  • પશ્ચિમ બંગાળમાં આવેલ ગંગાના ડેલ્ટામાં ચેરિયા પ્રવાસનના આધારે કચ્છમાં ચેરિયા આધારિત પ્રવાસનનો વિકાસ કરવા દિલ્હી સ્તરે બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે જેથી સુંદરવન જેવું પ્રવાસન અહીં વિકાસ પામશે. આ પ્રોજેક્ટમાં આ ઉપરાંત ઇન્ડોનેશિયા મોડેલ પણ જોવા મળશે.
Jungle Safari In Narayan Lake

Post a Comment

Previous Post Next Post