‘Miniature Eastern Ghats’નું નવેમ્બર 2023 થી વિશાખાપટ્ટનમમાં એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે અનાવરણ કરાશે.

  • Miniature Eastern Ghats (MEG) એ આંધ્ર પ્રદેશ સરકારનો પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓને સમાન રીતે આકર્ષવાનો છે જે જૂના NH-16 રોડ પર ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સ્થિત છે.
  • MEG પ્રાણીઓની છબીઓથી સુશોભિત ભવ્ય પ્રવેશદ્વાર દ્વારા મુલાકાતીઓનું સ્વાગત કરવામાં આવશે.
  • ‘Miniature Eastern Ghats’માં ઘણા પ્રકારની વનસ્પતિઓ આવેલી છે જેમાં ઔષધીય વનસ્પતિઓની વિશાળ શ્રેણી છે ઉપરાંત અહીંયા ઓર્કિડેરિયમ છે જેમાં પૂર્વી ઘાટમાં લગભગ 200 પ્રજાતિના ઓર્કિડ જોવા મળે છે.
  • મિની ઈસ્ટર્ન ઘાટ એ ઈસ્ટર્ન ઘાટની જૈવવિવિધતાને પ્રદર્શિત કરવા માટેનું વન-સ્ટોપ સ્થળ તરીકે અંદાજે રૂ. 2.5 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા તેમની Corporate Social Responsibility (CSR) પ્રવૃત્તિઓના ભાગરૂપે ફાળો આપવામાં આવ્યો છે.
  • ભારતના પૂર્વ કિનારે ફેલાયેલા આ પર્વતો ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણા સહિતના ઘણા રાજ્યોમાંથી પસાર થાય છે.
  • તેઓ ચાર્નોકાઈટ, ગ્રેનાઈટ ગ્નીસ, ખોંડાલાઈટ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઈટ સહિત વિવિધ પ્રકારના ખડકોથી બનેલા છે. 
  • આ પર્વતોમાંથી ચૂનાના પથ્થર, બોક્સાઈટ અને આયર્ન ઓર જેવા મૂલ્યવાન કુદરતી સંસાધનો મળી આવે છે.
Miniature Eastern Ghats

Post a Comment

Previous Post Next Post