- આ પુરસ્કાર ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઉત્તરપ્રદેશને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેના સમર્પણ અને તે તેના નાગરિકોને પ્રદાન કરતી અમૂલ્ય સેવાઓ માટે આપવામાં આવ્યો.
- National Tele Mental Health Programme દ્વારા 10 ઓક્ટોબર, 2022ના રોજ World Mental Health Dayના અવસરે શરૂ કરવામાં આવ્યો હતો.
- આ પહેલનો ઉદ્દેશ્ય ડિજિટલ માનસિક સ્વાસ્થ્ય નેટવર્કની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવાનો, રાજ્યભરમાં Tele-Mental Health Care Services પ્રદાન કરવાનો અને દૂરના વિસ્તારોમાં પણ 24/7 માનસિક સ્વાસ્થ્ય સંભાળ સુનિશ્ચિત કરવાનો છે.
- આ કાર્યક્રમમાં માનસિક સ્વાસ્થ્ય સહાયતાની જરૂર હોય તેવા વ્યક્તિઓ માટે ટોલ-ફ્રી નંબર 14416 અથવા 1800-89-14416 શરૂ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમામ વ્યક્તિઓને મફત માનસિક સ્વાસ્થ્ય સેવાઓમાં માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે.