ઓડિશા સરકાર દ્વારા ગ્રામ પંચાયત બેંકિંગ માટે 'AMA Bank' શરૂ કરવામાં આવી.

  • 'AMA Bank' યોજનાનો ઉદ્દેશ્ય ઓડિશાની તમામ બેંક વગરની ગ્રામ પંચાયતો (GPs) માં CSP Plus banking outlets દ્વારા બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાનો છે.
  • CSP Plus banking outlets નાણાકીય સમાવેશ માટે એક નવું મોડલ છે જે પ્રારંભિક તબક્કામાં 750 CSP Plus આઉટલેટસ દ્વારા ઓડિશાના તમામ 30 જિલ્લાઓમાં આ યોજનાના અમલ માટે કાર્ય કરશે.
  • CSP પ્લસ મોડલ સમગ્ર રાષ્ટ્ર માટે બ્લુ પ્રિન્ટ તરીકે કામ કરશે.આ મોડેલનો ઉદ્દેશ્ય નાણાકીય સેવાઓની સુલભતામાં અંતરને દૂર કરવાનો છે.
  • ઓડિશા સરકાર દ્વારા 'AMA Bank' યોજના શરૂ કરવા માટે છ જાહેર ક્ષેત્રની બેંકો SBI, PNB, UBI, UCO બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા સાથે સહયોગ કરવામાં આવ્યો છે. 
  • Business Correspondent (BC) અને નાની બેંક શાખાની વચ્ચે આવેલી AMA બેંકને ડિપોઝિટ, એડવાન્સ, રેમિટન્સ, લોન, આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ, સ્વ-સહાય જૂથો (SHGs) માટે ક્રેડિટ લિંકેજ જેવી આવશ્યક બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે વરિષ્ઠ નાગરિકો, વિવિધ રીતે વિકલાંગ વ્યક્તિઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ પૂરી પાડશે.
Odisha Government launched 'AMA Bank' for Gram Panchayat Banking.

Post a Comment

Previous Post Next Post