- તેઓએ આ નિર્ણય ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ સંજય સિંહના વિરોધમાં લીધો છે.
- આ બાબતે તેઓએ વડાપ્રધાનને પત્ર લખીને મહિલા કુસ્તીબાજો પર રેસલિંગ એસોસિએશનના પ્રભારી બ્રિજ ભૂષણ દ્વારા થયેલ જાતીય સતામણીના આરોપ તેમજ તેમના દ્વારા આ બાબતે શરુ કરાયેલ આંદોલનનો પણ ઉલ્લેખ કરાયો છે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં બ્રિજભૂષણનો જ નજીકનો મનાતા સંજય સિંહનો વિજય થયો હતો તેમજ તાજેતરમાં જ જાતીય શોષણના માનસિક દબાણ હેઠળ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર એકમાત્ર મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃતી લીધી હતી.