- Chief Election Commissioner (CEC) અને અન્ય ચૂંટણી કમિશનરોની નિયુક્તિ, સેવા અને શરતોથી જોડાયેલ બિલ, 2023 લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ પસાર થઇ ચૂક્યું છે.
- આ બિલનો ઉદેશ્ય ભારતીય ચૂંટણી પંચના ત્રણ સદસ્યોની નિયુક્તિ માટેની પ્રક્રિયા નિશ્ચિત કરવાનો છે.
- હકીકતમાં આ બિલની જોગવાઇ સુપ્રીમ કોર્ટના નિર્દેશોથી બિલકુલ અલગ છે, સુપ્રીમ કોર્ટ દ્વારા ચુંટણી પંચના ઉચ્ચ હોદ્દાઓની પસંદગી વડાપ્રધાન, વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની પેનલ દ્વારા કરવાનું કહેવામાં આવ્યું હતું, જેના બદલે આ બિલ મુજબ મુખ્ય ચુંટણી કમિશનરની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા આ માટે બનાવાયેલ પસંદગી સમિતિના આધાર પર થશે જે સમિતિમાં વડાપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને વિપક્ષના નેતાનો સમાવેશ થાય છે!
- સ્પષ્ટપણે આ બિલ દ્વારા મુખ્ય ચુંટણી કમિશનરની પસંદગી પ્રક્રિયામાં વડાપ્રધાન, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, કે જે લગભગ કે જ પક્ષના હોય, ને વધુ વજન અપાયું છે.