કેપ્ટન ગીતિકા કૌલ સિયાચીનમાં પોસ્ટ કરાયેલ પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બન્યા.

  • તેઓની ઇન્ડક્શન તાલીમ પૂર્ણ થયા બાદ સિયાચીન બેટલ સ્કૂલમાં નિમણૂક કરવામાં આવી છે.
  • શારીરિક અને માનસિક સહનશક્તિ માટે ઇન્ડક્શન તાલીમ અત્યંત મુશ્કેલ તાલીમ માનવામાં આવે છે .
  • જેમાં ઊંચાઈએ રહેવા માટે અનુકૂળ થવું, સ્વ-બચાવ તકનીકો શીખવી અને વિશેષ તબીબી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
  • સિયાચીનમાં સૈનિકોનો કાર્યકાળ 3 મહિના સુધી ચાલે છે, જ્યાં તાપમાન - 60 ડિગ્રી જેટલું નીચું જાય છે.
  • સિયાચીન હિમાલયની કારાકોરમ શ્રેણીના પૂર્વ ભાગમાં સમુદ્ર સપાટીથી 20 હજાર ફૂટની ઉંચાઈ પર ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા (Line of Control (LOC)) નજીક સ્થિત છે.
  • સિયાચીન ગ્લેશિયર વિશ્વમાં સૌથી વધુ ઉંચાઈવાળા યુદ્ધક્ષેત્ર તરીકે ઓળખાય છે.
  • તે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું ગ્લેશિયર છે.
Captain Geetika Koul becomes first woman medical officer to be deployed at Siachen

Post a Comment

Previous Post Next Post