NCRB દ્વારા કોલકાતાને દેશનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યુ.

  • National Crime Records Bureau (NCRB) દ્વારા જાહેર કરાયેલ યાદીમાં કોલકાતા 18 મેટ્રોપોલિટન શહેરોમાં પ્રતિ લાખ વસ્તી દીઠ સૌથી ઓછી સંખ્યામાં નોંધનીય ગુનાઓ સાથે સતત ત્રીજા વર્ષે ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકે પ્રથમ રહ્યું.
  • વર્ષ 2022ના આંકડા અનુસાર કોલકાતામાં એક લાખ લોકો પર 86.5 કેસ નોંધાયા છે.
  • વર્ષ 2021માં કોલકાતામાં એક લાખની વસ્તી દીઠ 103.4 કેસ નોંધાયા હતા.
  • આ યાદીમાં 280 કેસ સાથે પૂણે બીજા સ્થાને અને 299 કેસ હૈદરાબાદ ત્રીજા છે.
  • NCRB રિપોર્ટ 'Crime in India 2022' શીર્ષક 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલા વ્યાપક ડેટા પર આધારિત છે.
Kolkata ‘safest city’ with least crime rates, says NCRB data

Post a Comment

Previous Post Next Post