પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામ પંચાયત માટે 'Gram Manchitra' એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી.

  • આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય geo-spatial technology નો ઉપયોગ કરીને ગ્રામ પંચાયત સ્તરે અવકાશી આયોજનને પ્રોત્સાહન આપવાનો છે. 
  • આ એપ વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસ કાર્યોના આયોજનમાં સુધારો કરવા અને ગ્રામ પંચાયત વિકાસ યોજના (Gram Panchayat Development Plan (GPDP)) માટે નિર્ણય સહાયક પ્રણાલી પ્રદાન કરવા માટે એક/સંકલિત જીઓસ્પેશિયલ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
  • વધુમાં, મંત્રાલય દ્વારા M-ActionSoft લોન્ચ કરવામાં આવ્યું જે જિયો-ટેગ્સ એટલે કે GPS કોઓર્ડિનેટ્સ સાથે ફોટા મેળવવામાં મદદ કરવા માટે મોબાઇલ આધારિત સોલ્યુશન છે. 
  • કોઈ પણ અકસ્માત કે ઘટનાનું  Geo-tagging ત્રણ તબક્કામાં કરવામાં આવે છે: (i) કામ શરૂ કરતા પહેલા  (before start of the work) (ii) કામ દરમિયાન (during the work) (iii) કાર્ય પૂર્ણ થવા પર (on completion of work). જે કુદરતી  સંસાધન વ્યવસ્થાપન, જળ સંચય, દુષ્કાળ નિવારણ, સ્વચ્છતા, કૃષિ, ચેકડેમ અને સિંચાઈ માધ્યમ વગેરેને લગતા તમામ કાર્યો અને સંપત્તિઓ વિશે માહિતીનો ભંડાર પ્રદાન કરશે.
  • ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વિવિધ વિકાસ કાર્યોના આયોજનને વધારવા માટે M-ActionSoft એપ્લિકેશનનો ઉપયોગ કરીને ગામડાના નકશા પર મિલકતોને પણ જીઓ-ટેગ કરવામાં આવી છે.
Panchayati Raj ministry launches Gram Manchitra app

Post a Comment

Previous Post Next Post