ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ વખત 19 ડિસેમ્બરથી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

  • આ સ્પર્ધા માટે હાલમાં રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
  • ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોગ બોર્ડની રચના કરવામાં આવેલી છે જેનો ઉદ્દેશ્ય સમગ્ર રાજ્યમાં યોગનો વ્યાપ વધે, લોકો નિરોગી રહે તેમજ દેશના નાગરીકો સ્વસ્થ અને નિરોગી રહે તેને પ્રોત્સાહન આપવાનો છે. 
  • આ હેતુથી સમગ્ર રાજ્યમાં યોગનો પ્રચાર- પ્રસાર થાય તે હેતુથી સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યં છે.
  • આ સ્પર્ધા સૌપ્રથમ ગ્રામ્ય અને નગરપાલિકા અને મનપા વોર્ડ કક્ષાએ યોજાશે 9થી 18 વર્ષ માટે, બીજી કેટેગરી 19થી 40 વર્ષ માટે અને ત્રીજી કેટેગરી 40 વર્ષથી વધુ માટે રહેશે. 
  • ચાર તબક્કામાં યોજાનાર આ સ્પર્ધામાં ગ્રામ્ય તથા નગરપાલિકા કક્ષાની સ્પર્ધા 5 મિનીટ, તાલુકા, નગરપાલિકા કક્ષાએ 8 મિનિટ, જિલ્લા અને મહાનગર પાલિકા કક્ષાએ 10 મિનિટ તથા રાજ્ય કક્ષાએ 15 મિનીટની સ્પર્ધા રહેશે. 
  • સ્પર્ધા માટે 15 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરાશે. ત્યારબાદ ગ્રામ્ય તથા વોર્ડ કક્ષાની સ્પર્ધા 19 ડિસેમ્બરે યોજાશે. તાલુકા અને નગરપાલિકા કક્ષાએ 23 ડિસેમ્બરે, જિલ્લા અને મહાનગર પાલિકા કક્ષાએ 26 ડિસેમ્બરના રોજ તથા રાજ્યકક્ષાએ 30 ડિસેમ્બરના રોજ સ્પર્ધા યોજાશે.
  • દરેક તબક્કામાં 6 શ્રેષ્ઠ સ્પર્ધકને પસંદ કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ ગામની કોઈ પણ શાળામાં સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. જ્યારે નગરપાલિકા અને મહાનગર પાલિકા કક્ષાની સ્પર્ધાનું શહેરની કોઈ પણ શાળામાં આયોજન કરાશે. જિલ્લા કક્ષાની સ્પર્ધાનું જિલ્લાની કોઈ પણ સ્કૂલમાં અને રાજ્ય કક્ષાની સ્પર્ધાનું અમદાવાદ ખાતે આયોજન કરાશે. સ્પર્ધામાં વિજેતાઓને રૂ. 50 લાખથી વધુના ઈનામોની લ્હાણી કરવામાં આવશે.
Surya Namaskar competition

Post a Comment

Previous Post Next Post