સુપ્રીમ કોર્ટ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાનો આદેશ આપ્યો.

  • આ માટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતામાં પાંચ જજોની બેંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો.
  • ઉપરાંત સાથે જ સુપ્રીમ કોર્ટે દ્વારા રાજ્યમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો.
  • CJI ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં.
  • ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી અને રાજ્યને બે ભાગો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેચવામાં આવ્યુ હતું.
  • સુપ્રીમ કોર્ટમાં તેની સામે કુલ 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
Supreme Court upholds the abrogation of Article 370

Post a Comment

Previous Post Next Post