26 જાન્યુઆરીના મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન બનશે.

  • ભારતના 74માં ગણતંત્ર દિવસ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને ભારતનું આમંત્રણ સ્વીકાર્યું છે. 
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ છઠ્ઠી વાર ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના મહેમાન બનશે.
  • અગાઉ વર્ષ 1976માં જેક્સ શિરાક, 1980માં વૈલરી ગિસ્કાર્ડ, 1998માં જેક્સ શિરાક, 2008માં નિકોલસ સરકોજી તેમજ 2016માં ફ્રેંકોઇલ હોલેન્ડ ભારતના ગણતંત્ર દિવસના સમારોહમાં અતિથિ બની ચૂક્યા છે. 
  • ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે જ વડાપ્રધાન મોદીએ ફ્રાન્સની બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો તેમજ તેઓ આ પરેડમાં ભાગ લેનારા બીજા ભારતીય વડાપ્રધાન હતા. 
  • તાજેતરમાં જ ભારતના 74માં ગણતંત્ર દિવસના મહેમાન તરીકે અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડને સમયની વ્યસ્તતાને લીધે આમંત્રણ સ્વીકાર્યું ન હતું તેમજ તેઓના આ અસ્વીકારને લીધે ભારતમાં યોજાનાર ક્વાડ સમીટ પણ મોકૂફ રખાઇ છે.
French President Emmanuel Macron accepts PM Modi's Republic Day invite

Post a Comment

Previous Post Next Post