- INS Imphal નું નિર્માણ સંરક્ષણ મંત્રાલયના મુંબઈ સ્થિત Mazagon Dock Shipbuilders Limited (MDL) દ્વારા કરવામાં આવ્યું હતું.
- આ ડિસ્ટ્રોયર 8 સરફેસ ટુ સરફેસ સરફેસ મિસાઈલ, 16 બ્રહ્મોસ એન્ટીશીપ મિસાઈલ, સર્વેલન્સ રડાર, 76 એમએમ રેપિડ માઉન્ટ ગન, એન્ટી સબમરીન ટોર્પિડોથી સજ્જ છે.
- આ યુદ્ધ જહાજને 20 ઓક્ટોબર 2023ના રોજ બંદર અને સમુદ્રમાં પરીક્ષણ કર્યા બાદ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું.
- INS Imphal એ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર પૂર્વના કોઈ શહેર પર રાખવામાં આવ્યું છે, જેના માટે રાષ્ટ્રપતિએ 16 એપ્રિલ 2019 ના રોજ મંજૂરી આપી હતી.
- તેના નિર્માણમાં સ્વદેશી સ્ટીલ DMR 249A નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- INS Imphal એ ચાર વિશાખાપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રોયરમાંથી ત્રીજું છે, જેને ભારતીય નૌકાદળની આંતરિક સંસ્થા Warship Design Bureau દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
- INS Imphal નું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મણિપુરના બલિદાન અને યોગદાનની શ્રદ્ધાંજલિના માનમાં આપવામાં આવ્યું.
- INS Imphal નો શિલાન્યાસ 19 મે 2017 ના રોજ કરવામાં આવ્યો હતો અને જહાજ 20 એપ્રિલ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.