- આ જોડી આ વર્ષે છ જેટલી ફાઇનલમાં પહોંચી અને પાંચ જીતી જેમાં તેઓ એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, સ્વિસ ઓપન, ઇન્ડોનેશિયા ઓપન અને કોરિયા ઓપનમાં જીત્યા હતા અને તેઓ ચાઇના માસ્ટર્સમાં રનર્સ અપ રહ્યા.
- મોહમ્મદ સામી ODI વર્લ્ડ કપમાં 24 સ્કેલ્પ સાથે ટોચના વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર છે.
- સાત્વિક-ચિરાગ, આંતરરાષ્ટ્રીય રમતમાં ટોચ પર પહોંચનારી પ્રથમ ભારતીય ડબલ્સ જોડી છે.
- મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી અને અર્જુન એવોર્ડઃ મોહમ્મદ શમી (ક્રિકેટ), અજય રેડ્ડી (બ્લાઈન્ડ ક્રિકેટ) ઓજસ પ્રવિણ દેવતાલે, અદિતિ ગોપીચંદ સ્વામી (તીરંદાજી), શીતલ દેવી (પેરા તીરંદાજી), પારુલ ચૌધરી અને એમ શ્રીશંકર (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ), આર વૈશાલી (ચેસ), દિવ્યકૃતિ સિંઘ અને અનુષ અગ્રવાલા (અશ્વારોહણ), દીક્ષા ડાગર (ગોલ્ફ), ક્રિષ્ન બહાદુર પાઠક અને સુશીલા ચાનુ (હોકી), પિંકી (લૉન બોલ), ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), અંતીમ પંઘાલ (કુસ્તી), આયિકા મુખર્જી (ટેબલ ટેનિસ). ધ્યાનચંદ લાઈફટાઈમ એવોર્ડ: કવિતા (કબડ્ડી), મંજુષા કંવર (બેડમિન્ટન) વિનીત કુમાર શર્મા (હોકી).દ્રોણાચાર્ય પુરસ્કાર: ગણેશ પ્રભાકરણ (મલ્લખંભ), મહાવીર સૈની (પેરા એથ્લેટિક્સ), લલિત કુમાર (કુસ્તી), આરબી રમેશ (ચેસ), શિવેન્દ્ર સિંહ (હોકી) આપવામાં આવશે.
