ન્યુઝીલેન્ડની નવી સરકાર દ્વારા ધૂમ્રપાન પર પ્રતિબંધના કાયદાને રદ કરવામાં આવશે.

  • ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડના તત્કાલીન વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્નએ ડિસેમ્બર 2022માં યુવાનોના ધૂમ્રપાન પર પ્રતિબંધ લાદ્યો હતો.
  • તેમણે તમાકુ અને સિગારેટ પર પ્રતિબંધ મૂકતો 'ધુમાડો મુક્ત પર્યાવરણ' કાયદો પસાર કર્યો હતો.
  • આ અંતર્ગત 2008 પછી જન્મેલા લોકો કોઈપણ પ્રકારની સ્મોકિંગ પ્રોડક્ટ ખરીદી શકતા નથી.
  • આ કાયદા હેઠળ, 1 જાન્યુઆરી, 2009 પછી જન્મેલા કોઈપણ યુવકને તમાકુ ક્યારેય વેચવામાં આવશે નહીં.
  • આનાથી ન્યુઝીલેન્ડની આરોગ્ય પ્રણાલીને $3.2 બિલિયનની બચત થશે અને દર વર્ષે 5,000 લોકોના મૃત્યુને પણ અટકાવશે.
  • વર્ષ 2022માં ન્યુઝીલેન્ડ દેશે 2009 પછી જન્મેલા લોકોને સિગારેટ ખરીદવા અને પીવા પર પ્રતિબંધ નાખનાર પ્રથમ દેશ બન્યો હતો.
  • આ કાયદો જુલાઈ 2024થી અમલમાં આવવાનાર હતો પરંતુ પોપ્યુલિસ્ટ ન્યુઝીલેન્ડ ફર્સ્ટ સાથેના ગઠબંધન કરારના ભાગ રૂપે આ સુધારાને રદ કરવામા આવશે, જેમાં ડી-નિકોટાઈઝેશન માટેની જરૂરિયાતો દૂર કરવી, રિટેલ આઉટલેટ્સમાં ઘટાડો અને જનરેશન પ્રતિબંધને દૂર કરવાનો સમાવેશ થાય છે. 
New Zealand smoking ban Health experts criticise new government's shock reversal

Post a Comment

Previous Post Next Post