- સરકાર દ્વારા 138 વર્ષ જૂના ટેલિગ્રાફ એક્ટમાં ફેરફાર કરીને સંસદના બંને ગૃહોમાં Telecom Bill 2023 પાસ કરવામાં આવ્યું.
- આ બિલ Indian Telegraph Act 1885, Indian Wireless Telegraphy Act 1933 અને Telegraph Telegraph (Unlawful Possession) Act 1950નું સ્થાન લેશે.
- ગંભીર ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિવાયના અન્ય ટેલિકોમ્યુનિકેશન નેટવર્કને નુકસાન પહોંચાડનાર કોઈપણ વ્યક્તિ નુકસાન માટે વળતર અને 50 લાખ રૂપિયા સુધીના દંડ માટે જવાબદાર રહેશે.
- બિલમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકાર અધિકૃત કોઈપણ અધિકારી કોઈ ઈમારત, વાહન, જહાજ, વિમાન અથવા સ્થળની તપાસ કરી શકશે.
- આ ઉપરાંત ઈમરજન્સીની સ્થિતિમાં મોબાઈલ સર્વિસ અને નેટવર્ક પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ, (સેટેલાઇટ સ્પેક્ટ્રમની ફાળવણી માટે બિન-હરાજી માર્ગ પ્રદાન કરવાની જોગવાઈ અને સંસ્થાઓને. બિલમાં ગ્રાહકોને સિમ કાર્ડ આપતા પહેલા તેમની બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત કરવાની જોગવાઈ) કરવામામાં આવી છે.
- આ બિલ મુજબ નકલી સિમ ખરીદવા બદલ 3 વર્ષની જેલ, ₹ 50 લાખ સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે.
- જો કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા, અન્ય દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોના હિતની વિરુદ્ધ કોઈપણ રીતે કામ કરે છે અને ટેલિકોમ્યુનિકેશન સાધનોનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે તો તેને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા 2 કરોડ રૂપિયા સુધીનો દંડ અથવા બંને લાદી શકાય છે.