વડા પ્રધાન દ્વારા ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દેહરાદૂન ખાતે 'Uttarakhand Global Investors Summit 2023'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ કોન્ફરન્સમાં દેશ અને દુનિયાના 5000 થી વધુ રોકાણકારો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.
  • અદાણી ગ્રુપ ઉત્તરાખંડમાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 2500 કરોડનું રોકાણ કરશે.તેમાં રૂરકી સિમેન્ટ પ્લાન્ટ, કુમાઉમાં સ્માર્ટ વીજળી મીટર, પંતનગર એરોસિટી, દેહરાદૂન વચ્ચે ઋષિકેશ ગ્રાઇન્ડિંગ યુનિટ અને 200 રાજ્યની CNG બસોનો સમાવેશ થાય છે.
  • ઉપરાંત જિંદાલ ગ્રૂપે, પતંજલિ ગ્રુપે, ITC ગ્રુપે ચાર  વગેરે દ્વારા રોકાણની જાહેરાત કરવામાં આવી. 
  • ઉત્તરાખંડ સરકારે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની થીમ 'પીસ ટુ પ્રોસ્પરિટી' રાખવામાં આવી છે.
  • આ સમિટમાં સ્પેન, સ્લોવેનિયા, નેપાળ, ક્યુબા, ગ્રીસ, ઓસ્ટ્રિયા, જાપાન અને સાઉદી અરેબિયાના રાજદૂતો પણ ભાગ લઈ રહ્યા છે.
  • ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ પ્રકારની સમિટ જેને 'Vibrant Gujarat' તરીકે ઓળખાય છે તેની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 20 વર્ષ અગાઉ વર્ષ 28 સપ્ટેમ્બર, 2003માં શરૂ કરવામાં આવી હતી.
PM Modi throws open Uttarakhand Global Investors Summit

Post a Comment

Previous Post Next Post