વિનેશ ફોગાટ દ્વારા 'ખેલ રત્ન' અને 'અર્જુન એવોર્ડ' પરત કર્યા.

  • Wrestling Federation of India (WFI) સાથેના વિવાદમાં કુસ્તીબાજ વિનેશ ફોગાટ દ્વારા 'ખેલ રત્ન' અને 'અર્જુન એવોર્ડ' પરત કરેલ છે.
  • આ અગાઉ બજરંગ પુનિયાએ 22મી ડિસેમ્બરે 'પદ્મશ્રી' પરત કરી વડાપ્રધાનના નિવાસની બહાર ફૂટપાથ પર પદ્મશ્રી એવોર્ડ રાખ્યો હતો અને 21 ડિસેમ્બરે ઓલિમ્પિયન સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
  • WFI ચૂંટણી 21 ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં સંજય સિંહ નવા પ્રમુખ બન્યા હતા. જ્યારે બ્રિજ ભૂષણ પ્રમુખ હતા ત્યારે સંજય સિંહ WFIની અગાઉની સંસ્થામાં સંયુક્ત સચિવ હતા.
  • જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કેટલીક મહિલા કુસ્તીબાજોએ તત્કાલિન WFI પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
  • ઉલ્લેખનીય છે કે Wrestling Federation of India (WFI) ની નવી સંસ્થા છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલી હતી, તેને 24 ડિસેમ્બરે રવિવારે રમત મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી હતી.
  • આ માટે રમત મંત્રાલયે Indian Olympic Association (IOA) ને રેસલિંગ ફેડરેશનની બાબતોનું સંચાલન કરવા માટે એડ-હોક કમિટી બનાવવાની જાહેરાત કરી છે.
Vinesh Phogat returns her Arjuna and Khel Ratna awards

Post a Comment

Previous Post Next Post