BCCI દ્વારા ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને રવિ શાસ્ત્રીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

  • BCCI દ્વારા શુભમન ગિલને 'ક્રિકેટર ઓફ ધ યર 2024’એવોર્ડ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા.
  • આ સમારોહનું આયોજન હૈદરાબાદમાં કરવામાં આવ્યું હતું.
  • શુભમને ગયા વર્ષે ODI ક્રિકેટમાં 5 સદી ફટકારી હતી અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી બન્યો હતો. 
  • રવિ શાસ્ત્રીએ 80 ટેસ્ટ અને 150 ODI આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે.
  • તેઓ નિવૃત્તિ બાદ બે વખત ટીમ ઈન્ડિયાના કોચ બન્યા. 
  • તેઓ 2014 થી 2016 સુધી ટીમ ડાયરેક્ટર તરીકે રાષ્ટ્રીય ટીમ સાથે જોડાયેલા હતા. 
  • તેઓએ 2017 થી 2021 દરમિયાન T20 વર્લ્ડ કપમાં મુખ્ય કોચની ભૂમિકા ભજવી હતી. 
  • રવિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયામાં સતત બે ટેસ્ટ શ્રેણી જીતી હતી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું અને ભારત 2019 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ પહોંચ્યું હતું.
  • BCCI દ્વારા ચાર વર્ષ બાદ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું. આ પહેલા વર્ષ 2019માં એવોર્ડ આપ્યા હતા.
Ravi Shastri and Shubman Gill

Post a Comment

Previous Post Next Post