ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ (CAS) દ્વારા “એ આઈન્સ્ટાઈન પ્રોબ” નામનો ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો.

  • આ ઉપગ્રહ ચીનના ઝિચાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી ઝેંગ 2સી રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યો.
  • આઈન્સ્ટાઈન પ્રોબ આકાશનું સર્વેક્ષણ કરશે, તેમજ ન્યુટ્રોન તારાઓ અને બ્લેક હોલ જેવા રહસ્યમય પદાર્થોમાંથી એક્સ-રે પ્રકાશના વિસ્ફોટોની શોધ કરશે.
  • તેમાં બે સાધનો છે: વાઈડ-ફીલ્ડ એક્સ-રે ટેલિસ્કોપ (WXT) અને ફોલો-અપ એક્સ-રે ટેલિસ્કોપ (FXT).
  • જેમાં વૈજ્ઞાનિકો WXT ટેલિસ્કોપ દ્વારા સમગ્ર આકાશના બારમા ભાગનું પણ નિરીક્ષણ કરી શકશે.
  • આ સાધનો એકસાથે આકાશની વિગતવાર અને સંવેદનશીલ છબીઓ કેપ્ચર કરી શકશે.
  • આઈન્સ્ટાઈન પ્રોબનો ઉદ્દેશ સુપરનોવા વિસ્ફોટોમાંથી ઉત્સર્જિત પ્રથમ પ્રકાશને પકડવાનો છે, જે ગુરુત્વાકર્ષણ તરંગની ઘટનાઓ સાથેના સંકેતોને શોધી કાઢે છે. 
Chinas New Satellite Shaped Like Lotus In Full Bloom

Post a Comment

Previous Post Next Post