ISRO દ્વારા સેકન્ડ જનરેશન ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર (DAT) વિકસાવવામાં આવ્યું.

  • આ ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર (DAT)નો ઉપયોગ માછીમારી બોટથી દરિયામાં માછીમારોને કટોકટી સંદેશ મોકલવા માટે કરવામાં આવે છે.  
  • ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર 2010 થી કાર્યરત છે.  
  • સેકન્ડ જનરેશન ડીએટી ટુ-વે કોમ્યુનિકેશનની સુવિધા આપશે.
  • આ ડીવાઈસમાં સંદેશ સંદેશાવ્યવહાર ઉપગ્રહ દ્વારા મોકલવામાં આવે છે, જે કેન્દ્રીય નિયંત્રણ સ્ટેશન પર પ્રાપ્ત થાય છે.  માછીમારી બોટ ઓળખ અને ચેતવણી સંકેતો ડીકોડ કરવામાં આવે છે.  આ માહિતી ભારતીય કોસ્ટ ગાર્ડ હેઠળના મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર્સને મોકલવામાં આવે છે.  જે બાદ મુશ્કેલીમાં ફસાયેલા માછીમારોને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે.  
  • ઉલ્લેખનીય છે કે ખરાબ હવામાન, ચક્રવાત, સુનામીના સંજોગોમાં દરિયામાં માછીમારોને એલર્ટ મેસેજ મોકલી શકાશે જેનાથી દરિયામાં હાજર માછીમારોને ઘરે પરત ફરવામાં અથવા સુરક્ષિત સ્થળ પસંદ કરવામાં મદદ મળશે.  
  • તેમજ DAT નો ઉપયોગ કરીને માછીમારોને માછીમારી વિસ્તારોની માહિતી પણ મોકલવામાં આવે છે જેનાથી ઇંધણની બચત થાય છે અને માછીમારોને સારી માછલી પકડવામાં મદદ મળે છે.  
  • DAT બ્લૂટૂથ ઈન્ટરફેસ દ્વારા મોબાઈલ ફોન સાથે જોડી શકાય છે અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી પોતાની ભાષામાં સંદેશા વાંચી શકાય છે.
Distress Alert Transmitter For Fishermen

Post a Comment

Previous Post Next Post