જાપાન ચંદ્ર પર તેનું અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર વિશ્વનો પાંચમો દેશ બન્યો.

  • સફળતા પૂર્વક લેન્ડિંગ બાદ લેન્ડરની સોલાર પેનલ ના ખુલતા તેને એનર્જી ન મળવાથી હાલમાં એક્તિવેટ અવસ્થામાં નથી.  
  • આ મિશનનું નામ SLIM એટલે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન મિશન (SLIM - સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન) રાખવામાં આવ્યું છે.
  • SLIM દ્વારા 19 જાન્યુઆરીએ ઉતરાણ કરતા પહેલા ચંદ્ર પર પહોંચવા માટે પૃથ્વીથી 5 મહિના સુધી મુસાફરી કરી હતી ત્યારબાદ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર જાપાન પાંચમો દેશ બની ગયો આ પહેલા ભારત, રશિયા, અમેરિકા અને ચીન આ સફળતા મેળવી ચૂક્યા છે.  
  • સ્લિમ દ્વારા ચંદ્રની સપાટી પર હાજર ઓલિવિન પત્થરોની તપાસ કરવામાં આવશે જેથી ચંદ્રની ઉત્પત્તિ જાણી શકાય.  
  • તેની સાથે કોઈ રોવર મોકલવામાં આવ્યું નથી.
  • જાપાન અત્યાર સુધીનો સૌથી સચોટ ઉતરાણ ધરાવતો દેશ બન્યો છે.SLIM સ્પેસ એજન્સી JAXA દ્વારા લેન્ડિંગ માટે 600x4000 કિમીના વિસ્તારમાં શોધ કરી હતી સ્લિમ આ વિસ્તારમાં ઉતર્યો છે જે સ્થાન ચંદ્રના ધ્રુવીય પ્રદેશમાં છે.
  • આ લેન્ડિંગ સાઈટનું નામ શિઓલી ક્રેટર છે જે ચંદ્ર પરનું સૌથી કાળું સ્થળ કહેવાય છે.  અન્ય સંભવિત લેન્ડિંગ સાઇટ મેર નેક્ટરિસ છે.  જેને ચંદ્રનો દરિયો કહેવામાં આવે છે.
  • સ્લિમ અદ્યતન ઓપ્ટિકલ અને ઇમેજ પ્રોસેસિંગ ટેકનોલોજીથી સજ્જ છે.
  • તે એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી મિશન (XRISM)થી સજજ છે જે ચંદ્રની આસપાસ ફરશે અને ચંદ્ર પર વહેતા પ્લાઝ્મા પવનોની તપાસ કરશે.  જેથી કરીને બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાની ઉત્પત્તિ જાણી શકાય. 
  • XRISM જાપાન, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે.
Japan becomes the 5th country to land on the Moon

Post a Comment

Previous Post Next Post