- કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં અભ્યાસ કરવાની તક પૂરી પાડવા માટે ભારતીય બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ ભારતીય ભાષાઓમાં શાળા અને ઉચ્ચ શિક્ષણ હેઠળના તમામ અભ્યાસક્રમો માટે અભ્યાસ સામગ્રી ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
- આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ‘અનુવાદિની’ એપ બનાવવામાં આવી છે.
- 20 જાન્યુઆરીના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં UGC, AICTE, NCERT, NIOS, IGNOU અને IITs, CUs અને NITs જેવી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓના વડાઓ જેવા તમામ શાળા અને ઉચ્ચ શિક્ષણ નિયામકોને અભ્યાસ સામગ્રી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે 'અનુવાદિની' નામની એપ આધારિત આ પુસ્તકો ઈ-કુંભ પોર્ટલ પર ઉપલબ્ધ છે ઉપરાંત શાળા શિક્ષણ ઇકોસિસ્ટમમાં પણ, દીક્ષા પોર્ટલ પર 30 થી વધુ ભારતીય ભાષાઓમાં અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ છે તથા JEE, NEET અને CUET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ 13 ભારતીય ભાષાઓમાં લેવામાં આવે છે.