- આ યોજના હેઠળ લોકોના ઘરોને તેમની ઉર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનાવવામાં આવશે.
- આ યોજનાના પ્રથમ તબક્કામાં દેશના એક કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.
- તેનાથી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોના વીજળીના બિલમાં ઘટાડો થશે અને ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.
- અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં 70% વીજળી કોલસામાંથી અને લગભગ 30% રિન્યુએબલ એનર્જીમાંથી આવે છે. આમાં સૌથી મોટો હિસ્સો સોલાર પ્લાન્ટ્સમાંથી પેદા થતી સૌર ઊર્જાનો છે.