- તેઓને ભારતીય રાજકારણ અને સામાજિક સુધારણામાં તેઓના યોગદાન માટે રાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
- જાન્યુઆરી 1924માં જન્મેલા કર્પૂરી ઠાકુર બિહારના રાજકીય લેન્ડસ્કેપમાં એક અગ્રણી વ્યક્તિ હતા.
- તેઓ પછાત વર્ગોના કલ્યાણના કર્યો માટે જાણીતા હતા
- તેઓ પ્રથમ ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ફરીથી ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી એમ બે વાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે રહ્યા હતા.1970માં કર્પૂરી ઠાકુર પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેમની સરકાર માત્ર 163 દિવસ ચાલી.
- 1977 માં, જ્યારે તેઓ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે બિહાર S-ST સિવાય OBC માટે અનામત લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.
- 1978માં તેઓએ સીએમ તરીકે, બિહારમાં બહુવિધ સ્તરે આરક્ષણ લાગુ કર્યું. આમાં એકંદરે 26% અનામત આપવામાં આવી હતી. તેમાંથી 20% અનામત અન્ય પછાત વર્ગો એટલે કે OBC માટે હતી.
- તે જ સમયે, મહિલાઓ અને ઉચ્ચ જાતિઓ સહિત આર્થિક રીતે પછાત લોકો માટે 3-3% અનામતનો પણ આ વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
- કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી, 1924ના રોજ સમસ્તીપુરના પિતોંજીયામાં થયો હતો. પાછળથી તેમના ગામનું નામ કર્પૂરીગ્રામ પડ્યું.
- ગાંધીના વિચારોથી પ્રભાવિત કર્પૂરી ઠાકુરે તેમના વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું. બાદમાં તેઓ AISFના સબ ડિવિઝનલ મંત્રી બન્યા હતા.