- આ અભ્યાસક્રમમાં ધાતુશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, આયુર્વેદ, યોગ, તમામ માર્શલ આર્ટ, નૃત્યશાસ્ત્ર, સંગીત, પાયાનું મૂળભૂત ગણિત અને વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વેદ, ઉપનિષદો તેમજ આરણ્યકોનો સમાવેશ થાય છે.
- આ વિષયમાં ભારતીય સંશોધકો અને વિશેષજ્ઞોના જ્ઞાનને મહત્વ આપવામાં આવશે જેમ કે, ભૌતિકશાસ્ત્રમાં કણ્વ ઋષિનું પ્રદાન, રસાયણશાસ્ત્રમાં નાગાર્જુનનું અને આયુર્વેદમાં ચરક સુશ્રૃતના પ્રદાન વિશે ભણાવાશે.
- આ નીતિનો અમલ રાજ્યની કેટલીક યુનિવર્સિટીમાં આ અભ્યાસ શરૂ થઈ ગયો છે,અમુકમાં હજુ વિચારાધિન છે.
- આ ફેરફારનો ઉદ્દેશ્ય કોલેજના વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનસના યોગદાનને સમજવવાનો અને પ્રાચીન જ્ઞાન પરંપરાને જણાવવાનો છે.
- ગુજરાતમાં ધાર્મિક, સાંસ્કૃતિક, ભૌગોલિક અને સામાજિક ધરોહરનાં કુલ 4 કેન્દ્રો હતાં જેમાં પ્રભાસ ક્ષેત્ર - સોમનાથ, વસ્ત્રાપથ ક્ષેત્ર - જૂનાગઢ, સિદ્ધપુર ક્ષેત્ર એટલે કે સૂર્ય ક્ષેત્ર - ઉત્તર ગુજરાત અને વલભી ક્ષેત્રનો સમાવેશ થાય છે.
- રાજ્યનાં ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને વિવિધ યુનિવર્સિટી દ્વારા પોતપોતાના અભ્યાસક્રમમાં નીચેની રીતે સમાવેશ કરવામાં આવશે.
- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ : ભદ્રકાલી મંદિર, સાબરમતી, ગાંધી આશ્રમ, અડાલજની વાવ, ગૂજરાત વિદ્યાપીઠ, અક્ષરધામ - ગાંધીનગર
- ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ : સૂર્યમંદિર, વિજયનગરની પોળો, અંબાજી-શામળાજી અને બહુચરાજી મંદિર, ઉમિયા માતાજી મંદિર - ઊંઝા
- દ. ગુજરાત યુનિ., સુરત : ડાયમંડ બુર્સ, પાવરલૂમ, તાપી, ડાંગનો વનસ્પતિ વૈભવ
- એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પાવાગઢ , નર્મદા પરિક્રમા, કબીરવડ, સરદાર સરોવર
- સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ : રણછોડરાયજી મંદિર - ડાકોર, સંતરામ મંદિર - નડિયાદ, વડતાલ અને બોચાસણ
- નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ : ગિરનાર, અશોકનો શિલાલેખ, દામોદર કુંડ, ઉપરકોટ, સોમનાથ, નરસિંહ મહેતા, સુદામા મંદિર, જગત મંદિર - દ્વારકા
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ : જલારામ મંદિર - વીરપુર, ભગવદ ગોમંડલ, ઘેલા સોમનાથ, પીપાવાવ બંદર, ખોડલધામ, ઉમિયાધામ અને ચામુંડા માતાજીનું મંદિર - ચોટીલા