સ્વતંત્રતા દિવસ નિમિત્તે "હર ઘર તિરંગા અભિયાન" શરૂ કરવામાં આવશે.

  • દેશના 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઘેર ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે લોકોને પ્રેરિત કરવા માટે આ અભિયાન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
  • આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.
  • રાષ્ટ્રધ્વજ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે અને રાષ્ટ્રધ્વજનું વધુ સન્માન થાય તે માટે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા "હર ઘર તિરંગા" કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે.
  • ડિસેમ્બર 2021માં ધ્વજ સંહિતા, 2002 માં સુધારો કરવામાં આવ્યો હતો અને પોલિએસ્ટર અથવા મશીનથી બનેલા રાષ્ટ્રીય ધ્વજને મંજૂરી આપવામાં આવી હતી. 
  • હવે, રાષ્ટ્રધ્વજ હાથવણાટ કે મશીન વણાટનો, સુતરાઉ, પોલિએસ્ટર, ઊન, રેશમ કે ખાદીનો પણ બનાવી શકાય છે.
  • રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય તે રીતે જાહેર જનતા કે ખાનગી સંસ્થા કે શૈક્ષણિક સંસ્થા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય છે.
Har Ghar Tiranga Campaign

Post a Comment

Previous Post Next Post