- આ નિર્ણય લેબર કોર્ટના જજ શેખ મરિના સુલ્તાનાએ આપ્યો હતો.
- મુહમ્મદ યુનુસને શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ છ મહિનાની જેલની સજા કરવામાં આવી છે.
- પ્રોફેસર યુનુસ ઉપરાંત તેમના ત્રણ ગ્રામીણ ટેલિકોમ સાથીદારોને શ્રમ કાયદા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
- પ્રોફેસર યુનુસ દ્વારા વર્ષ 1983માં સ્થપાયેલી બેંકે ગરીબોને તેમના પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે ટૂંકા અને લાંબા ગાળાની લોન પૂરી પાડી હતી ત્યારબાદ આ પ્રયાસ વિશ્વમાં પ્રચલિત થયો હતો.
- આ કારણે પ્રોફેસર યુનુસ અને તેમની બેંકને વર્ષ 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
- તેઓ પશ્ચિમી દેશોમાં 'ગરીબોના મસીહા' તરીકે ઓળખાય છે.