- લગભગ રૂ. 1,600 કરોડના ખર્ચે 43 એકર જમીન પર અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર કેમ્પસ બનાવવામાં આવ્યું છે.
- આ બોઇંગ સેન્ટર વૈશ્વિક એરોનોટિક્સ અને સંરક્ષણ ઉદ્યોગ માટે આગામી પેઢીના ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવામાં મદદ કરશે.
- તે બેંગલુરુની બહારના ભાગમાં દેવનાહલ્લી સ્થિત હાઇ-ટેક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પાર્કમાં બનાવવામાં આવ્યું છે.
- ઉપરાંત તેઓ દ્વારા અમેરિકન એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગના નવા વૈશ્વિક એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી કેન્દ્રના ઉદ્ઘાટન દરમિયાન 'બોઇંગ સુકન્યા કાર્યક્રમ' શરૂ કરવામાં આવ્યો.
- આ કાર્યક્રમ ભારતભરની છોકરીઓ અને મહિલાઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં નિર્ણાયક કૌશલ્યો શીખવાની અને ઉડ્ડયન ક્ષેત્રમાં નોકરીઓ માટે તાલીમ આપવાની તક પૂરી પાડશે.
- આ પ્રોગ્રામ હેઠળ, યુવાન છોકરીઓમાં STEM ક્ષેત્રની કારકિર્દીમાં રસ પેદા કરવા માટે 150 સ્થળોએ STEM લેબ બનાવવામાં આવશે.
- પાયલોટની તાલીમ લઈ રહેલી મહિલાઓને શિષ્યવૃત્તિ પણ આપશે.
- આ કાર્યક્રમ ફ્લાઇટ તાલીમ અભ્યાસક્રમો, પ્રમાણપત્ર પ્રાપ્તિ, સિમ્યુલેટર તાલીમ માટે ભંડોળ અને કારકિર્દી વિકાસ કાર્યક્રમોને સમર્થન આપશે.