- દક્ષિણ ભારતમાં આ પ્રથમ વખત ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે.
- આ ગેમ્સમાં 5630 ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવશે.
- આ ગેમ્સ 31 જાન્યુઆરી સુધી ચાલશે.
- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સની આ છઠ્ઠી આવૃત્તિમાં, 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 5630 થી વધુ યુવા એથ્લેટ્સ 26 કેટેગરીમાં તેમની શક્તિનું પ્રદર્શન કરશે.
- આ ગેમ્સ તમિલનાડુમાં ચેન્નાઈ, કોઈમ્બતુર, મદુરાઈ અને ત્રિચી એમ ચાર સ્થળોએ યોજાશે.
- ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા 2030માં યુથ ઓલિમ્પિક અને 2036માં સમર ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે પોતાની બિડ સબમિટ કરી છે.