9મી એશિયન વિન્ટર ગેમ્સની ટેગલાઈન અને મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યા.

  • વર્ષ 2025માં ચીનમાં આયોજિત થનાર 9મી એશિયન વિન્ટર ગેમ્સની ટેગલાઈન “ડ્રીમ ઓફ વિન્ટર, લવ અમોંગ એશિયા” રાખવામાં આવી છે જે સપના, પ્રેમ અને સહાનુભૂતિના સારને દર્શાવે છે. 
  • રમતોના માસ્કોટ, "બિનબીન" અને "નિની", બે મોહક સાઇબેરીયન વાઘના બચ્ચાઓ રાખવામાં આવ્યા છે જે ચીનના  હેઇલોંગજિયાંગ સાઇબેરીયન ટાઇગર પાર્કમાં જન્મેલા વાઘના વાસ્તવિક બચ્ચાઓથી પ્રેરિત છે જે રમતોની ઉત્સાહ, સહજ શક્તિ, હૂંફ, કૃપા અને ઉત્તેજના દર્શાવે છે. 
  • આ રમતોનું સત્તાવાર પ્રતીક જેનું નામ "બ્રેકથ્રુ" આપવામાં આવ્યું છે, તે એક સર્જનાત્મક માસ્ટરપીસ છે જે ઓલિમ્પિક પ્રતીકો સાથે ચીની સાંસ્કૃતિક તત્વોનું મિશ્રણ દર્શાવે છે.  
  • સિંઘુઆ યુનિવર્સિટી ખાતે એકેડેમી ઓફ આર્ટસ એન્ડ ડિઝાઇનની ટીમ દ્વારા ડિઝાઇન કરાયેલ, પ્રતીક એ ટૂંકા ટ્રેક સ્પીડ સ્કેટર આકૃતિ, લીલાક ફૂલ (હાર્બિનનું સત્તાવાર ફૂલ) અને ડાન્સિંગ રિબનનું મિશ્રણ છે.  
  • આ પ્રતીક ગતિ, સુંદરતા અને સાંસ્કૃતિક મહત્વના સુમેળભર્યા મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે.  
  • આ ગેમ્સમાં 11 અલગ અલગ રમતોની શાખાઓ અને 64 ઇવેન્ટ્સ યોજવામાં આવે છે.  
  • અગાઉ વર્ષ 1996ની ગેમ્સ ચીનના હાર્બિન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.
Harbin Asian Winter Games unveil slogan, emblem and mascots

Post a Comment

Previous Post Next Post