- આ સાથે આ રેકોર્ડ સુધી પહોંચનાર તે માત્ર બીજો ભારતીય બોલર બન્યો.
- તેના પહેલા અનિલ કુંબલેએ 105 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
- રવિચંદ્રન અશ્વિને રાજકોટમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓફ સ્પિનરે ઈંગ્લેન્ડના જેક ક્રાઉલીને આઉટ કર્યા બાદ આ રેકોર્ડ બનાવ્યો.
- અશ્વિને 98મી ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે.
- તે સૌથી ઓછી ટેસ્ટમાં 500 વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં બીજા સ્થાને છે.
- અગાઉ માત્ર શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ઓછી મેચોમાં 500 વિકેટ પૂરી કરી હતી.
- અત્યાર સુધીની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા સામે 22 મેચમાં સૌથી વધુ 114 વિકેટ લીધી છે.