- દેહરાદૂનની ટન બ્રિજ સ્કૂલમાં આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
- CDS જનરલ બિપિન રાવતનું ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું.
- આ દુર્ઘટનામાં તેમની સાથે તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 જવાનો પણ આ અકસ્માતમાં નિધન પામ્યા હતા.
- જનરલ રાવતનો જન્મ 16 માર્ચ 1958ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં ચૌહાણ રાજપૂત પરિવારમાં થયો હતો.
- તેઓએ 1978માં પોતાની કારકિર્દીની શરૂઆત 11મી ગોરખા રાઈફલ્સની પાંચમી બટાલિયન સાથે કરી હતી.
- 31 ડિસેમ્બર 2016ના રોજ તેમને આર્મી સ્ટાફના વડા અને વર્ષ 2019માં ભારતના પ્રથમ CDS બનાવવામાં આવ્યા હતા.
- વર્ષ 2011માં તેઓને મિલિટરી-મીડિયા વ્યૂહાત્મક અભ્યાસ પરના તેમના સંશોધન માટે ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી, મેરઠ તરફથી ફિલોસોફીની ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.