દૂરસંચાર વિભાગ દ્વારા ‘સંગમ: ડિજિટલ ટ્વીન’ નામની પહેલ શરૂ કરવામાં આવી.

  • આ પહેલનો ભાગ બનવા માટે ઉદ્યોગના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, શિક્ષણવિદો, ઈનોવેટર્સ અને ફોરવર્ડ ચિંતકો પાસેથી એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EoI)ને આમંત્રણ આપી વિચારોને ઉકેલોમાં પરિવર્તિત કરવાનો, ખ્યાલ અને અમલીકરણ વચ્ચેના અંતરને દૂર કરવાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે.
  • સંગમઃ ડિજિટલ ટ્વીન એ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (PoC) છે જે ભારતના મુખ્ય શહેરોમાંથી એકમાં બે તબક્કામાં વિતરિત કરવામાં આવશે.
  • જેમાં પ્રથમ તબક્કો જ્ઞાનની ક્ષિતિજોની સ્પષ્ટતા અને સંભવિતતાને બહાર લાવવા માટે સર્જનાત્મક સંશોધનની શોધનો રહેશે.
  • બીજો તબક્કમાં ચોક્કસ ઉપયોગના કેસોના પ્રાયોગિક નિદર્શન માટે ભવિષ્યનો રોડમેપ બનાવવાનો છે.
  • આ પહેલમાં EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ માર્ચ 15, 2024 રાખવામાં આવી છે.
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવે છે.
  • વર્તમાન સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ છે.
DoT unveils an unparalleled venture 'Sangam Digital Twin' initiative

Post a Comment

Previous Post Next Post