ભારતીય ગાયક શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડ મળ્યો છે.

  • તેઓને તેમના બેન્ડ 'શક્તિ'ના આલ્બમ 'ધીસ મોમેન્ટ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમની કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો.
  • 'ધીસ મોમેન્ટ’આલ્બમમાં 8 ગીતો છે.
  • શંકર મહાદેવન, જોન મેકલોફલિન, ઝાકિર હુસૈન, વી સેલ્વગણેશ અને ગણેશ રાજગોપાલન જેવા કલાકારો 'શક્તિ' બેન્ડમાં સાથે કામ કરે છે.
  • આ બેન્ડ ઉપરાંત વાંસળી વાદક રાકેશ ચૌરસિયાએ પણ બે ગ્રેમી એવોર્ડ જીત્યા છે.
  • ફ્યુઝન બેન્ડ શક્તિએ 45 વર્ષ પછી તેનું પ્રથમ આલ્બમ બહાર પાડ્યું અને પ્રથમ.આલ્બમમાં જ ગ્રેમી એવોર્ડ મળ્યો.
  • ગ્રેમી એવોર્ડ સંગીતની દુનિયામાં આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ છે.
  • તેનું નામ ગ્રામોફોન પરથી રાખવામાં આવ્યું છે.
  • પ્રથમ ગ્રેમી એવોર્ડ સમારોહ 4 મે, 1959 ના રોજ યોજાયો હતો.
  • આ ગ્રેમી એવોર્ડ્સની 66મી આવૃત્તિ છે.
  • આ વખતે એવોર્ડ સમારોહનું આયોજન અમેરિકાના લોસ એન્જલસમાં Crypto.com એરેના ખાતે કરવામાં આવ્યું હતું.
  • દેશના પ્રખ્યાત સિતારવાદક અને સંગીતકાર, સ્વર્ગસ્થ પંડિત રવિશંકરે 1968માં પ્રથમ વખત ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.
Shankar Mahadevan, Ustad Zakir Hussain band Shakti gets Best Music Album

Post a Comment

Previous Post Next Post