ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યને પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 એનાયત કરાયો.

  • જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતનો સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક એવોર્ડ છે. પુરસ્કારની 58મી આવૃત્તિ માટે તેમની પસંદગી ભારતીય સાહિત્યિક પરંપરાઓની સમૃદ્ધ વિવિધતા અને ઊંડાણને રેખાંકિત કરે છે, જે શાસ્ત્રીયથી લઈને સમકાલીન સુધી ફેલાયેલી છે.
  • ગુલઝાર જેઓનું સાચુ નામ સંપૂરણ સિંહ કાલરા છે તેઓ ઉર્દૂ કવિતા અને હિન્દી સિનેમાના ક્ષેત્રમાં લેખન ક્ષેત્રે અલગ ઓળખ ધરાવે છે.
  • તેઓને ઉર્દૂ માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, પદ્મ ભૂષણ અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 
  • ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' ના તેમના ગીત 'જય હો' માટે તેઓને આંતરરાષ્ટ્રીય પ્રશંસા દર્શાવતા ઓસ્કાર અને ગ્રેમી બંને પુરસ્કાર મળ્યા છે.
  • જગદગુરુ રામભદ્રાચાર્ય: સંસ્કૃત અને આધ્યાત્મિકતાના વિદ્વાન છે.
  • મધ્યપ્રદેશમાં તુલસી પીઠના સ્થાપક અને વડા તરીકે, શિક્ષણ, સાહિત્ય અને આધ્યાત્મિક પ્રવચનમાં તેઓએ યોગદાન આપેલ છે.
  • તેઓએ ચાર મહાકાવ્યો સહિત 240 થી વધુ પુસ્તકો અને ગ્રંથોનું લેખન કાર્ય કરેલ છે.
  • તેઓને વર્ષ 2015 માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
  • તેઓ 22 ભાષાઓના જાણકાર છે.
  • પુરસ્કાર વિજેતાઓની પસંદગી ઓડિયા લેખિકા પ્રતિભા રાયની આગેવાની હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવી હતી.  પસંદગી સમિતિના અન્ય સભ્યોમાં માધવ કૌશિક, દામોદર મૌઝો, સુરંજન દાસ, પુરુષોત્તમ બિલમાલે, પ્રફુલ શિલેદાર, હરીશ ત્રિવેદી, પ્રભા વર્મા, જાનકી પ્રસાદ શર્મા, એ. કૃષ્ણા રાવ અને જ્ઞાનપીઠના ડિરેક્ટર મધુસુદન આનંદનો સમાવેશ થાય છે.
  • ભારતીય જ્ઞાનપીઠ દ્વારા 1965માં સ્થપાયેલ, જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.
  • આ પુરસ્કારમાં ₹11 લાખનું રોકડ પુરસ્કાર, વાગ્દેવીની પ્રતિમા અને ભારતીય સાહિત્યના સર્વોચ્ચ સન્માનના પ્રતીક તરીકે પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે.
  • આ વર્ષે ઉર્દૂ અને સંસ્કૃત સાહિત્યમાં તેમના યોગદાન માટે ગુલઝાર અને જગદગુરુ રામભદ્રાચાર્યની પસંદગી, અનુક્રમે બીજી વખત સંસ્કૃત અને પાંચમી વખત ઉર્દૂમાં આપવામાં આવ્યો છે.
Gulzar and Jagadguru Rambhadracharya were awarded the prestigious Jnanpith Award 2023.

Post a Comment

Previous Post Next Post