- ઇરાન દ્વારા રખાયેલ નવી શરતો મુજબ હવેથી ભારતીય નાગરિકો વિઝા વિના જ, ફક્ત પાસપોર્ટ સાથે ઇરાન જઇ શકશે.
- આ સુવિધા હેઠળ કોઇપણ નાગરિક આ રીતે વિઝા વિના ઇરાનમાં દર છ મહિને એક વાર 15 દિવસ સુધી રોકાઇ શકશે.
- આ સુવિધા ઇરાને પોતાના દેશમાં પર્યટનને વિકાસને વેગ આપવા માટે શરુ કરી છે.
- ઉલ્લેખનીય છે કે અન્ય દેશોએ પણ ભારતના નાગરિકોને વિઝા-ફ્રી પ્રવાસની સુવિધા આપેલ છે જેમાં ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા, વિયતનામ, માલદીવ (તમામ દેશોમાં 30 દિવસની મર્યાદા)નો સમાવેશ થાય છે તેમજ નેપાલ, કેન્યા અને શ્રીલંકા એવા દેશો છે જ્યા વિઝા વિના અસિમિત દિવસો સુધી પ્રવાસ કરી શકાય છે (શ્રીલંકામાં અસિમિત પ્રવાસ કરવાની અવધિ 31 માર્ચ, 2024 સુધી જ છે).