- ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં Uniform Civil Code (UCC) બિલ પસાર કરવામાં આવ્યું છે.
- વિધાનસભામાં પસાર થયા બાદ આ બિલ રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે તેમજ તેમના હસ્તાક્ષર બાદ તે કાયદો બની જશે.
- આ બિલની જોગવાઇઓ મુજબ આ બિલ અનુસૂચિત જનજાતિ (ST) લોકો પર લાગૂ થશે નહી!
- ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા આ બિલ માટે એક સમિતિ બનાવાઇ હતી.
- આ બિલની મુખ્ય જોગવાઇઓમાં દિકરા અને દિકરીને સમાન સંપતિનો અધિકાર, કાયદાકીય અને અન્ય પતિ/પત્ની દ્વારા જન્મેલ બાળકોને સમાન અધિકાર, દત્તક લીધે બાળક અને બાયોલોજિકલ રુપથી જન્મેલ બાળકને સમાન અધિકાર, મુખ્ય વ્યક્તિના મૃત્યું બાદ પતિ/પત્ની અને બાળકો વચ્ચે સમાન સંપતિ અધિકાર તેમજ રાજ્યના તમામ નાગરિકો માટે વિવાહ, છૂટાછેડા, જમીન, સંપતિ વગેરે કાયદાઓમાં સ્થિરતા લાવવાનો છે.