પરીક્ષાઓના પેપરને લીક થતા રોકવા માટે લોકસભામાં બિલ પસાર કરાયું.

  • આ બિલને લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદેશ્ય સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને નકલ જેવી સમસ્યાઓને રોકવાનો છે.
  • આ બિલમાં પરીક્ષાઓમાં ગડબડ કરનાર અપરાધીઓ માટે ઓછામાં ઓછી 3 થી વધુમાં વધુ 10 વર્ષ સુધી જેલની સજા તેમજ 1 કરોડ રુપિયા સુધીના દંડની જોગવાઇ છે.
  • આ સિવાય આ બિલ આ પ્રકારના કેસમાં પોલીસને વોરંટ વિના જ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડ કરવા માટે અધિકાર આપે છે.
  • આ પ્રકારના કેસની તપાસ પોલીસ ઉપ-અધિક્ષક (ડીવાયએસપી) અથવા મદદનીશ પોલીસ કમિશનરથી નીચેના અધિકારી નહી કરી શકે.
  • કોઇ કેસમાં પરીક્ષા કેન્દ્રની આ પ્રકારની નકારાત્મક ભૂમિકા સાબિત થશે તો તે સેન્ટરને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
  • આ બિલના દાયરમાં Union Public Service Commission (UPSC), Staff Selection Commission (SSC), Railway Recruitment Board (RRB), Institute of Banking Personnel Selection (IBPS) તેમજ National Testing Agency (NTA) વગેરે રહેશે.
  • ઉલ્લેખનીય છે કે 10 અને  12ની બોર્ડ પરીક્ષાઓ તેમજ રાજ્ય સ્તરની પરીક્ષાઓ આ બિલના દાયરામાં નહી રહે!!!
Bill in Lok Sabha to check paper leaks

Post a Comment

Previous Post Next Post