ભારત સરકારની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ દ્વારા 200 બ્રહ્મોસ મિસાઈલના સોદાને મંજૂરી આપવામાં આવી.

  • ભારતીય નૌકાદળ માટે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોની ખરીદી કરવામાં આવશે, જેને નૌકાદળના યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે.
  • બ્રહ્મોસ એરોસ્પેસ, ભારત અને રશિયાની સરકારો વચ્ચેનું સંયુક્ત સાહસ છે.
  • આ મિસાઇલો સબમરીન, યુદ્ધ જહાજ, વિમાન અને જમીન પરથી પણ છોડવામાં આવી શકે છે.
  • બ્રહ્મોસ મિસાઈલ ભારતીય નૌકાદળનું મુખ્ય હથિયાર છે, જેનો ઉપયોગ એન્ટી શિપ અને એટેક ઓપરેશનમાં થાય છે.
  • બ્રહ્મોસ મિસાઈલ ભારતમાં રશિયાની મદદથી વિકસાવવામાં આવી છે અને તેના ઘણા ભાગો ભારતમાં જ બનાવવામાં આવ્યા છે.
  • ભારત દ્વારા  ટૂંક સમયમાં ફિલિપાઈન્સમાં બ્રહ્મોસ મિસાઈલની નિકાસ કરવામાં આવશે.
  • આ અંગે બંને દેશો વચ્ચે એક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ સાથે ફિલિપાઈન્સ બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ વિદેશી ગ્રાહક દેશ બની ગયો છે.
Cabinet Committee on Security approves ₹19k cr Navy deal for BrahMos missiles

Post a Comment

Previous Post Next Post