- આ આયોજન રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં કરવામાં આવ્યું છે.
- આ વર્ષે જાન્યુઆરીમાં ગોવામાં 'International Purple Fest-2024'ના સફળ આયોજન પછી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળના વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
- આ કાર્યક્રમમાં દસ હજારથી વધુ દિવ્યાંગો તેમના સાથીદારો સાથે ભાગ લેશે.
- પર્પલ ફેસ્ટમાં સુલભતા અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરવા સાથે વિકલાંગ વ્યક્તિઓના અધિકારો માટે કામ કરી રહેલી સામાજિક સંસ્થાઓના સમાવિષ્ટ સ્ટોલ ઉભા કરવામાં આવશે.
- રાષ્ટ્રપતિ ભવન જોવા આવતા લોકો રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકશે.
- આ ઉપરાંત અમૃત ઉદ્યાનમાં પર્પલ કાફે (Purple Cafe), ક્લેડિયોસ્કોપ (Purple Kaleidoscope), પર્પલ લાઇવ એક્સપિરિયન્સ ઝોન (Purple Live Experience Zone) અને સ્પોર્ટ્સ (Purple Sports) જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.