વડાપ્રધાન મોદી દ્વારા 5 AIIMS રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા.

  • 5  અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં રાજકોટ (ગુજરાત), ભટિંડા (પંજાબ), રાયબરેલી (ઉત્તર પ્રદેશ), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને મંગલાગીરી (આંધ્રપ્રદેશ)નો સમાવેશ થાય છે.
  • All India Institute of Medical Sciences (AIIMS) એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ ઉચ્ચ શિક્ષણની સ્વાયત્ત સરકારી જાહેર તબીબી યુનિવર્સિટીઓનું એક જૂથ છે.
  • સંસદના અધિનિયમ દ્વારા આ સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ તરીકે જાહેર કરવામાં આવી છે. 
  • AIIMS દિલ્હીનો શિલાન્યાસ વર્ષ 1952માં કરવામાં આવ્યો હતો. પ્રથમ AIIMSની સ્થાપના વર્ષ 1956માં જવાહરલાલ નેહરુ હેઠળ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એક્ટ, 1956 હેઠળ કરવામાં આવી હતી ત્યારથી આજ સુધી વધુ 24 સંસ્થાઓની જાહેરાત કરવામાં આવી હતી.
  • પ્રથમ AIIMS મૂળરૂપે કલકત્તામાં સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોયના ઇનકાર બાદ નવી દિલ્હીમાં તેની સ્થાપના કરવામાં આવી હતી.
  • આ અધિનિયમે એઈમ્સ નવી દિલ્હીની સ્થાપના કરી, જે તે સમયે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ તરીકે જાણીતી હતી અને તેને ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ (INI) નો દરજ્જો આપ્યો હતો.
  • વર્ષ 2006માં પટના, ભોપાલ, રાયપુર, ભુવનેશ્વર, જોધપુર અને ઋષિકેશમાં છ એઇમ્સ, 2013માં AIIMS રાયબરેલીની સ્થાપના કરવામાં આવી હતી.
  • PMSSY ના "ફેઝ-II" તરીકે ગોરખપુર, અલ્હાબાદ, મેરઠ અને ઝાંસી ખાતે, આ સિવાય સરોજિની નાયડુ મેડિકલ કોલેજ, આગ્રા અને ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ (GSVM) મેડિકલ કોલેજ, કાનપુરમાં AIIMSની સ્થાપના કરવામાં આવી હતી.
  • વર્ષ 2015ના તબક્કા પાંચમા ત્યારબાદ બંગાળ, મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશમાં નાગપુર અને ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલ પ્રદેશ,  આંધ્રપ્રદેશમાં AIIMSની સ્થાપના કરવામાં આવી હતી.
  • ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, આસામ અને તમિલનાડુ, બિહારમાં વધુ પાંચ AIIMSની સ્થાપના કરવામાં આવી હતી.
PM Modi Inaugurates 5 AIIMS Facilities

Post a Comment

Previous Post Next Post