- આ મંદિર સામાન્ય લોકો માટે 18 ફેબ્રુઆરી 2024થી ખોલવામાં આવશે.
- આ મંદિર UAEની રાજધાની અબુ ધાબીમાં આવેલું છે.
- આ મંદિરનું નિર્માણ 'બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS' દ્વારા કરવામાં આવ્યું છે.
- તે 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને તે 27 એકરમાં ફેલાયેલું છે.
- UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને આ જગ્યા દાનમાં આપી હતી.
- આ મંદિર જયપુરના ગુલાબી રેતીના પથ્થર (લાલ રેતીના પથ્થર)થી બનેલું છે, આ એ જ પથ્થર છે જેનાથી અયોધ્યામાં મંદિર બનાવવામાં આવ્યું છે.