વડાપ્રધાન દ્વારા ગગનયાન મિશન માટે 4 અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા.

  • આ ઉપરાંત રૂ. 1800 કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
  • ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર અવકાશયાત્રીઓ ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. 
  • આ ચાર અવકાશયાત્રીઓ રશિયામાં તાલીમ પૂર્ણ કર્યા બાદ બેંગલુરુમાં તાલીમ લઈ રહ્યા છે. 
  • તેમની પસંદગી Institute of Aerospace Medicine (IAM)માં થઈ હતી. 
  • આ ચાર અવકાશયાત્રીઓમાંથી ત્રણ લોકોની પસંદગી કરવામાં આવશે. 
  • ISROના ગગનયાન મિશનને માનવ અવકાશ મિશન મોકલવાની ક્ષમતા દર્શાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. 
  • ISRO નું ગગનયાન મિશન ત્રણ દિવસના મિશન માટે અવકાશયાત્રીઓને 400 કિમીની Low Earth orbit (LEO) પર લોન્ચ કરીને અને ભારતીય સમુદ્રના પાણીમાં આયોજિત સ્પ્લેશડાઉન સાથે તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરશે.
PM Modi announces names of four Gaganyaan astronauts

Post a Comment

Previous Post Next Post