- ચેનાબ રેલવે બ્રિજ નદીના પટથી 1,178 ફૂટની ઉંચાઈ પર છે, જે તેને પેરિસના પ્રવાસી ચિહ્ન, એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચું બનાવે છે.
- આ બ્રિજ રૂ. 14,000 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે
- તે નદીના પટથી 359 મીટરની ઊંચાઈ પર બનેલ છે અને તેની કુલ લંબાઈ 1315 મીટર છે.
- આ બ્રિજ રૂ. 35000 કરોડના ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ્વે લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે જેનો ઉદ્દેશ જટિલ ટોપોગ્રાફી અને હવામાન પરિસ્થિતિઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરીને જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારવાનો છે.
- આ બ્રિજની ડિઝાઈનને કારણે 120 વર્ષ સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે.
- તેના પર ટ્રેનો 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.
- આ પુલ રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપને પણ સરળતાથી ટકી શકે છે.
- તેને બનાવવામાં 27 હજાર ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ચેનાબ બ્રિજ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' મિશન હેઠળ આવે છે, જેનો હેતુ આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવાનો છે.