જામનગર નજીકના નરારા ટાપુ ખાતે 16,000 જેટલી જીવસૃષ્ટિઓ અને કોરલને 5 કિલોમીટર દૂર ખસેડવામાં આવી.

  • મરીન નેશનલ પાર્ક નજીક આવેલ 40 વર્ષ જૂની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇન બદલાવવાની પ્રક્રિયા દરમ્યાન મરીન નેશનલ પાર્કની જીવસૃષ્ટિ તેમજ કોરલને ખૂબ જ નુકસાન થાય તેમ હોય તેથી વન વિભાગ અને જિયોલોજીની ટીમ દ્વારા સંયુક્ત રીતે દેશભરમાં પ્રથમ વખત અભિયાન હાથ ધરી 16,000 જેટલી જીવસૃષ્ટિઓ અને કોરલ જીવસૃષ્ટિઓને મૂળ જગ્યાએથી ખસેડી 5 કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં આવ્યું.
  • જામનગર નજીક આવેલા નરારા ટાપુ મરીન નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
  • અહીં ઇન્ટર ટાઈડલ એટલે કે દરિયાની અંદરના કોરલ (પરવાળા) અને સબ ટાઈડલ એટલે કે દરિયાઈ સપાટી પરના એમ બે પ્રકારના કોરલ જોવા મળે છે. 
  • અહી કોરલની 52 પ્રજાતિઓ જોવા મળી છે. જેમાંથી 42 સખત અને 10 નરમ છે. કોરલ લાખો રંગબેરંગી નાના પ્રાણીઓથી બનેલું છે. જેને પોલીપ્સ કહેવાય છે. વિવિધ પ્રકારના રસપ્રદ આકારો અને રચનાઓથી આચ્છાદિત પોલિપ્સ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. 
  • કોરલ જીવસૃષ્ટિઓને મૂળ જગ્યાએથી ખસેડી 5 કિલોમીટર દૂર સ્થળાંતર કરવામાં બે વર્ષ અને નવ માસ જેટલો સમય લાગ્યો હતો જેમાં જીવસૃષ્ટિઓને કોઈ નુકસાન થયું નથી. 
  • દરિયાઈ જીવસૃષ્ટિ અને ખસેડવાની કામગીરી ઇન્ટર એટલે કે ઉપરનો વિસ્તાર અને સબ ટાઈડલ એટલે કે અંદરના વિસ્તારમાં કરવામાં આવી હતી આ માટે બે કિલોમીટરની નર્સરી ઉભી કરવામાં આવી છે. 
  • સબ ટાઈડલ વિસ્તારમાં લો ટાઇટ વખતે છથી સાત મીટર અંદર તેમજ સબ ટાઈડલ વિસ્તારમાં વખતે એક મીટર અંદર કામગીરી કરવામાં આવી જેના માટે નવ સાઇટ બનાવવામાં આવી.
Jamnagar More Than 16 Thousand Corals Successfully Migrated 5 Km Away Narara

Post a Comment

Previous Post Next Post