- આ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો ઈવેન્ટ દેશની રાજધાની દિલ્હીમાં 1-3 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે જેનો હેતુ ગતિશીલતાના વૈશ્વિક હબ તરીકે દેશની વધતી ભૂમિકાને બતાવવાનો અને ખરીદનાર-વિક્રેતા મીટિંગ્સ દ્વારા વ્યૂહાત્મક નેટવર્કિંગની સુવિધા આપવાનો પણ છે, જે વ્યવસાયોને જોડવા અને ભાગીદારી બનાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.
- આ એકપોમાં 800થી વધુ પ્રદર્શકોની સાથે 50 જેટલી વિદેશી કંપનીઓ પણ તેમાં ભાગ લેશે.
- ઓટો શો ઉપરાંત, આ ઇવેન્ટમાં એક વિશાળ ટાયર પ્રદર્શન, નવા ઇલેક્ટ્રિક વાહનો (EV) અને અદ્યતન ટેકનોલોજી વગેરેનું પ્રદર્શન પણ જોવા મળશ જેમાં ઓટોમોટિવ ઘટકો, શહેરી ગતિશીલતા ઉકેલો, જેમ કે ડ્રોન, બેટરી, ચાર્જિંગ સ્ટેશન, તેમજ EVs, હાઇબ્રિડ, હાઇડ્રોજન અને CNG/LNG વાહનોમાં માહિતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે.