દોડવીર પી.ટી.ઉષાને SJFI અને DSJA તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

  • આ કાર્યક્રમનું આયોજન નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.
  • પી.ટી.ઉષા ટેનિસના દિગ્ગજ વિજય અમૃતરાજ, ભૂતપૂર્વ બેડમિન્ટન આઇકોન પ્રકાશ પાદુકોણ, મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ભૂતપૂર્વ દોડવીર મિલ્ખા સિંહ (મરણોત્તર) બાદ Sports Journalists Federation of India (SJFI) અને Delhi Sports Journalists Association (DSJA) ‘લાઇફટાઇમ અચીવમેન્ટ’ એવોર્ડની પાંચમી પ્રાપ્તકર્તા છે.
  • પીટી ઉષાએ તેની કારકિર્દીમાં 1977 થી 2000 વચ્ચે ભારત માટે 103 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા હતા.
  • તેણે એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ મેડલ અને સાત સિલ્વર મેડલ પણ જીત્યા હતા.
  • તેણીએ ઓલિમ્પિકની ત્રણ આવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેમા તે 1984 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ હતી.
  • કેરળના કોઝિકોડમાં જન્મેલી આ દોડવીરનું પૂરું નામ પિલાવુલ્લાકાંડી થેક્કેપારામ્બિલ ઉષા છે.
  • તેણીને ભારતીય એથ્લેટિક્સની 'ગોલ્ડન ગર્લ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • પીટી ઉષાને એથ્લેટિક્સ માટે પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ મળ્યો છે.
Lifetime Achievement Award to great sprinter PT Usha By SJFI & DSJA

Post a Comment

Previous Post Next Post