- આ જાહેરાત મુજબ ભારતના પાંચમાં પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહ, નવમાં પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ તેમજ કૃષિ વૈજ્ઞાનિક અને હરિત ક્રાંતિના જનક એમ. એસ. સ્વામીનાથનને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારતરત્ન' આપવામાં આવશે.
- અગાઉ થોડા દિવસ પહેલા ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમજ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર (મરણોપરાંત) ને ભારતરત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
- ભારતરત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જેની શરુઆત વર્ષ 1954માં કરવામાં આવી હતી.