- આ મેરેથોનનું આયોજન લદ્દાખના એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય સેનાની 14 કોર્પ્સ અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના સહયોગથી કરવામાં આવ્યું હતું.
- આ મેરેથોન 14,500 ફૂટની ઊંચાઈએ ભારે હિમવર્ષા વચ્ચે યોજાઈ હતી.
- -15 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનમાં યોજાયેલી આ રેસને વિશ્વની સૌથી અઘરી મેરેથોન જાહેર કરવામાં આવે છે.
- આ મેરેથોનનો ઉદ્દેશ્ય હિમાલયના હિમનદીઓ ઝડપથી પીગળવા અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
- હિમાલયના ગ્લેશિયર્સને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા આ અભિયાનને 'Theastron' નામ આપવામાં આવ્યું છે.
- 'Theastron' એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે થીજી ગયેલા પેંગોંગ લેક પર આ છેલ્લી રેસ હોઈ શકે છે.
- પેંગોંગ તળાવ એ વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું તળાવ છે, જે લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર વહે છે.